છેલ્લા કેટલાક દિવસોથી લાખણીના ખેડૂતો સરકાર સામે ખફા છે. સોમવારે

છેલ્લા કેટલાક દિવસોથી લાખણીના ખેડૂતો સરકાર સામે ખફા છે. સોમવારે કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ નાફેડ...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:17 AM
Deesa News - in the last few days millions of farmers are in danger against the government on monday 021710
છેલ્લા કેટલાક દિવસોથી લાખણીના ખેડૂતો સરકાર સામે ખફા છે. સોમવારે કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ નાફેડ સામે ફિટકાર વરસાવ્યો હતો અને જણાવ્યું હતું કે " ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી રાહ જોઈ રહેલા ખેડૂતોના માલને રિજેક્ટ જાહેર કરી પરત મોકલવામાં આવે છે. નાફેડ દ્વારા લાલ ટપકા દેખાય તેવો નિયમ લદાતા 900 ખેડૂતોની મગફળી સ્વીકારવામાં આવી નથી. બનાસકાંઠાની જમીન, પાણી અને ભેજના કારણે આ વસ્તુ દેખાતી હોય છે. આમાં ખેડૂતોનો કોઈ દોષ નથી. 11 દિવસથી ખેડૂતો રોજ હેરાન થાય છે. આ નિયમને દૂર કરી લાચાર અને સાચા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે હવે 12 તારીખથી સરકાર ખરીદી બંધ કરશે તો અમે ખેડૂતો ક્યાં જઈશું.

આ ઉપરાંત લાખણીના ખેડૂતોની ભીડને જોતા ડીસા અને થરાદ સેન્ટર પર ખેડૂતોને માલ ભરવા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું હતું. ત્યારે થરાદમાં મગફળી લેવા માટે ફરજ પરના અધિકારીઓનો ખરાબ અનુભવ થયું હોવાનું કલેકટર કચેરી રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે લાખણીથી 20 ખેડૂતો મગફળી ભરાવ્યા વિના પરત આવ્યા છે. બે દિવસ સુધી ત્યાં ઊભા રહેવા છતાં મગફળી સ્વીકારવામાં આવી ન હતી.

X
Deesa News - in the last few days millions of farmers are in danger against the government on monday 021710
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App