તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિર્તીસ્તંભ વિસ્તારમાં પાલિકાએ દબાણો હટાવી 40 ફૂટનો રસ્તો ખુલ્લો કરાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર શહેરમાં દુકાનદારો દ્વારા દુકાનો સહિત રોડ પર દબાણો કરી દેવાતાં શહેરમાં મોટાભાગના રસ્તા સાંકડા થઇ જવાથી પાલિકામાં સ્થાનિકો દ્વારા રજુઆતો કરાઇ હતી. જેના પગલે પાલિકાની દબાણ શાખા દ્વારા શુક્રવારે પાવરહાઉસ, કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

પાલનપુર શહેરના કીર્તિસ્થંભ સહિતના વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર દુકાનદારો દ્વારા દબાણો કરી દેવાતાં રાહદરીઓને ચાલવાનું અને વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું હતું. જેને લઇ નગરપાલિકામાં રજુઆતો કરાઇ હતી. નગરપાલિકાની દબાણની ટીમે શુક્રવારે કીર્તિસ્થંભ વિસ્તારમાં જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત જાહેર રસ્તા પરથી નાસ્તાની લારીઓ સહિતનો સામાન જપ્ત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. કાર્યવાહી દરમિયાન લારીધારકો અને પાલિકાના સર્વેયર વચ્ચે તુ…તુ…મેં…મેં… સર્જાયું હતું. જ્યારે સર્વેયર પોલીસને બોલાવવાનું કહેતાં લારીધારકોએ પોલીસથી પણ ડરતા ન હોવાનું જણાવ્યું હતું. પાલિકાના સર્વેયર આર.કે.સેંગલે જણાવ્યું હતું કે ‘વહિવટી કારણોસર લાંબા સમયથી દબાણ હટાવવાની કામગીરી ન કરાતાં દબાણકારો બેફામ બન્યા હતા. કેટલીક જગ્યાએ 60 થી 80 ફુટના રસ્તાઓ પર દુકાનદારો અને લારીવાળાઓએ કબજો જમાવી દેતાં રસ્તા માંડ 20 ફુટ જેટલા જ બચ્યા હતા. જેને લઇ પાલિકાને ફરિયાદો મળી હતી પરંતુ ખાનગી એજન્સીની કામગીરી બંધ કરતાં કામગીરી થઇ શકી ન હતી.

જાહેર રસ્તા પરથી નાસ્તાની લારીઓ સહિતનો સામાન જપ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો