તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ફરી વળતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છવાઈ રહી છે.ત્યારે સ્થાનિકો દ્વારા નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા શનિવારે સ્થાનિકો અકળાયા હતા.અને આ ગંદા પાણીનો નિકાલ નહી થાય તો આગામી સમયમાં પાલિકાના ટેક્સ ન ભરી વિરોધ દર્શાવવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11 ના ગણેશપુરા વિસ્તારમાં આવેલા આંબાવાડીમાં થોડા સમય અગાઉ ભુગર્ભ ડ્રેનેજની લાઇન નંખાઇ છે. પરંતુ લાઇન નાખ્યા બાદ તેના વાલ્વના અધૂરા કામને લઇ લાઇન શરૂ ન થઈ હોવા છતાં વિસ્તારના કેટલાક સ્થાનિકોએ ડ્રેનેજ લાઇનમાં જ પોતાના ઘર વપરાશના ગંદા પાણીના નિકાલની લાઇનો જોડી દેતા ડ્રેનેજની બંધ લાઈનોમાંથી ગંદું પાણી ઉભરાઇ વિસ્તારમાં ફેલાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...