તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરથી બસમાં અજમેર ગયેલી યુવતીને આઠ યુવાનોએ પીંખી નાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરથી બસમાં બેસી અજમેર દરગાહ ગયેલી યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરાયું છે. રેલવે સ્ટેશનથી રીક્ષામાં બેસીને દરગાહ સુધી જઇ રહી હતી ત્યારે એક મકાનમાં યુવતીને બળજબરી પૂર્વક લઈ જઇ ત્યાં આઠ યુવાનોએ સામુહિક દુષ્કર્મ આચરી મોબાઇલ, સોનાની ચેન અને પર્સ લૂંટી બેભાન અવસ્થામાં યુવતીને હોસ્પિટલ પાસે છોડી ફરાર થયા હતા. અજમેર પોલીસે સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધી 3 યુવકોની અટકાયત કરી છે.

અજમેરના રામગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પાલનપુરથી બસમાં બેસીને અજમેર ગઇ હતી. અજમેરના પરબતપુરા પાસે બસમાંથી ઊતરી ત્યાંથી રિક્ષામાં રેલ્વે સ્ટેશન પહોંચી અને રિક્ષાવાળાએ દરગાહ જવા માટે બીજા રીક્ષા વાળાને ફોન કરીને બોલાવ્યો. જે રીક્ષા આવી તેમાં બે યુવકો પહેલાથી બેસેલા હતા. રીક્ષા ચાલકે શોર્ટકટ રસ્તાથી દરગાહ જવાની વાત કરી અને રિક્ષામાં બેસાડી કોઇ અજાણ્યા રસ્તા પર લઇ ગયા અને યુવતીને એક મકાનમાં લઈ ગયા હતા. જ્યાં પહેલાથી જ પાંચથી છ યુવકો હાજર હતા. જે તમામ યુવકોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી બેહોશ થઇ જતાં યુવક રિક્ષામાં બેસાડી અજમેરની જેએન હોસ્પિટલમાં છોડી ફરાર થઈ ગયો હતો. યુવતીએ હોશ આવ્યા બાદ હોસ્પિટલના સ્ટાફને ઘટના જણાવી હતી. દરમિયાન અજમેર પોલીસે પૂછપરછ અને સીસીટીવી કેમેરાના આધારે ત્રણ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...