તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં રિક્ષા ચાલક વેપારીના વાસણો લઇ ભાગી જતાં ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં રિક્ષા ચાલક વેપારીના વાસણો લઇ ભાગી જતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે વેપારીએ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

પાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં આવેલી એક વાસણની દુકાનમાંથી કૈલાશભાઇ ભાનુભાઇ કલાલ (રહે.રાજસ્થાન) જે વાસણની ફેરી કરે છે. તેમણે 30 હજારના વાસણો લીધા હતા અને મોટાસડા ગામમાં વાસણ વેચવા જવા માટે તેમણે એક રિક્ષા 300 રૂપિયામાં ભાડે કરી હતી અને મોટાસડા જવા નીકળ્યા હતા. જો કે પાલનપુરના ધનિયાણા ચોકડી પાસે આવેલા એક ભંગારની લાટીમાં તેઓ રૂપિયા 5 હજાર ઉછીના લેવા ગયા હતા અને રિક્ષા ચાલકને ઉભો રહેવા કહ્યું હતું પરંતુ તેઓ જ્યારે ભંગારની લાટીમાંથી બહાર આવ્યા ત્યાં સુધી રિક્ષા ચાલક રિક્ષા લઇ નાસી છૂટ્યો હતો. જે બાબતે તેમણે આજુબાજુ તપાસ કરતાં ક્યાંય રિક્ષા ન દેખાતા આ રિક્ષા ચાલક તેમના રૂપિયા 30 હજારના વાસણો લઇ નાસી છૂટ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે સિમલાગેટ આવી વાસણના વેપારી પ્રકાશભાઇ શાહને સમગ્ર ઘટનાની જાણ કરતાં પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...