તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ખેંચી ગઠિયો ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં ઘરના આંગણે ઉભા રહી માથું ઓળાવતી વૃદ્ધાના ગળામાં પહેરેલા સોનાના ચેનના દોરાની ગઠિયો ઉઠાંતરી કરી જતાં વૃદ્ધાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં કૈલાશ મંદિર નજીક રહેતા ધૂળીબેન મુળચંદભાઇ રામાભાઈ ગામી નામના વૃધ્ધા પોતાના ઘરના આંગણામાં દરવાજા નજીક ઉભા ઉભા સોમવારે માથું ઓળાવી રહ્યા હતા.તે સમયે અજાણ્યા એક શખ્સે આવી વૃદ્ધાના ગળામાં પહેરેલી સોનાની બે તોલાની ચેઇન કિંમત રૂ.50,000ની ઉઠાંતરી કરી જતાં ધૂળીબેનએ પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...