તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરની શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત 55 ફૂટ લાંબો, 36 પહોળો ચૂંટણી લોગો બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | મતદાન જાગૃતિ માટે વિદ્યામંદિર સ્કૂલના કર્મચારી કપિલ રાવલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ચિત્ર શિક્ષકોની ટીમે ભારતીય ચૂંટણી પંચનું અધિકૃત ચૂંટણી લોગો જમીન પર જુદા જુદા રંગો વડે દોર્યો હતો. લોગો દોરવા માટે વિશાળ રંગોળી શાળાના મેદાનમાં બનાવી હતી. જે 55 ફૂટ લાંબી અને 36 ફૂટ પહોળી રંગોળીમાં 210 કિલો કલરનો ઉપયોગ થયો હતો. જેને બનાવતા અંદાજિત 12 થી 13 કલાકનો સમય લાગ્યો હતો. ગુરુવારે રંગોળીને જિલ્લા કલેક્ટરના હસ્તે લોકો માટે ખુલ્લી મુકી હતી. રંગોળીનું દ્રશ્ય લેવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...