ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનમાં આંશિક વધારો થશે,

Deesa News - in north gujarat the next 24 hours will be a partial increase in temperature 021658

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:17 AM IST

ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનમાં આંશિક વધારો થશે, જેને લઇ ઠંડીનું જોર સામાન્ય બનશે. પરંતુ 13 અને 14 ફેબ્રુઆરીએ રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં વેસ્ટન ડિસ્ટબન્સ સર્જાતું હોઇ ઉત્તર ગુજરાત વાદળછાયું બની શકે તેમ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. 17 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે.

રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ફરી વેસ્ટન ડિસ્ટબન્સ સર્જાઇ રહ્યું છે. જે અંતર્ગત તા.13 અને 14 ફેબ્રુઆરીએ આ વિસ્તારો વાદળછાયા બનશે અને માવઠું, કરા અને હીમ વર્ષા થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જો ઉત્તર ભારત કે રાજસ્થાનમાં આ સ્થિતિ સર્જાય અને એ સમયે જો ઉત્તર દીશાના પવન ઉત્તર ગુજરાત પરથી પવન ફૂંકાશે તો 17 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે.

માઉન્ટનું તાપમાન 2 ડિગ્રી નોંધાયું

અમીરગઢ | માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે જેના લીધે ઠંડીથી નજીવી રાહત મળી હતી.રવિવારે લઘુત્તમ તાપમાન 0.4 હતું.જે સોમવારે વધીને 2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

X
Deesa News - in north gujarat the next 24 hours will be a partial increase in temperature 021658

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી