પાલનપુરના જામપુરામાં રોડ અધૂરો છોડી દેવાતા કલેકટરને રજૂઆત

7 દિવસમાં માર્ગનું કામ પૂરું કરવાની માંગ

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:16 AM
Palanpur News - in jampura of palanpur the collector released the road incomplete 031612
પાલનપુરના જામપુરામાં નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમ્યાન રોડનું કામ અધૂરૂ છોડી દેવાતા કલેકટરને લેખિત રજૂઆત કરી રોડનું કામ 7 દિવસમાં પૂરું કરવા માંગ કરી છે.

પાલનપુરમાં વોર્ડ નંબર 1માં આવેલા જામપુરા વિસ્તારમાં નવીન માર્ગની કામગીરી આરંભાઇ હતી. જેને લઈ રોડ પર લેવલીંગ નું કામ કરાયું હતું. દરમિયાનમાં બે દિવસથી કામ બંધ રહેતા આ બાબતે સ્થાનિક નગરસેવકે બાંધકામ શાખા માં પૂછપરછ કરતા સી એમનો રૂટ બદલાયો હોવાથી કામ બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું. જે મામલે સ્થાનિક નગરસેવક કૌશલ અમૃતભાઇ જોશીએ જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી રોડનું કામ 7 દિવસમાં પૂરું કરવા માંગ કરી છે.

આ અંગેની વિગતો આપતા કૌશલ જોશીએ જણાવ્યું હતું કે જો 7 દિવસમાં મારું કામ પૂરું કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

X
Palanpur News - in jampura of palanpur the collector released the road incomplete 031612
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App