તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડંચામાં લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વેડંચા ગામે ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી ગુરુવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ઠંડીના વાતાવરણમાં શરદી, ખાંસી, તાવ અને સીજનલ ફ્લ્યુ જેવી બિમારીઓ ના થાય તે માટે આ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં વેડંચા ગામના સરપંચ મંજુલાબેન અશોકભાઈ ફોસીના હસ્તે આ કેમ્પનું ઉદ્ધટાન કરવામાં આવ્યું હતું. પી.એચ.સી. વેડંચાના આરોગ્ય કર્મચારી કેતનભાઈ સાણોદરીયા તથા પી.એચ.સી.ના તમામ સ્ટાફ અને જિલ્લા આયુર્વેદ શાખામાંથી ઉપસ્થિત રહી આ આયુર્વેદ ઉકાળો બનાવેલ હતો. જેમા ગામના 3૦૦૦ થી પણ વધારે લોકોએ તથા શાળાના તમામ બાળકોએ આ આયુર્વેદ ઉકાળો પીધો હતો.

અન્ય સમાચારો પણ છે...