કાણોદરમાં IDBIબેંકનું ATM ખુલ્લુ જોઇ ગ્રાહકોમાં ફફડાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાણોદરના મેડીકલ વિસ્તાર નજીક આવેલુ આઇડીબીઆઇ બેંકનુ એટીએમ મશીન બુધવારે રાત્રે ખુલ્લી હાલતમા જોવા મળતા એટીએમ સુરક્ષાના ધજાગરા ઉડી ગયા હતા.જો કે સ્થાનિકોએ ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને કરાતા પોલીસ તપાસમા મશીનની ડીસ્પ્લે ગ્રાહકે કાર્ડ નીકાળતી વખતે ઢીલી હોવાને કારણે ખુલી ગઇ હોવાનુ ખુલતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કાણોદર હાઇવેથી ગામમા જવાના માર્ગ પર આવેલા મેડીકલ વિસ્તાર નજીક આઇડીબીઆઇ બેંકનુ એટીએમ આવેલુ છે. જો કે બુધવારે રાત્રે 10:30 વાગ્યા આસપાસ એક સ્થાનિક એટીએમમા પેસા ઉપાડવા જતા મશીન ખુલ્લુ પડેલુ નજરે પડ્યુ હતુ.ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા હતા.અને ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોચી બેંકને ઘટનાની જાણ કરી તપાસ હાથ ધરતા એટીએમ મશીનની ડીસ્પ્લેનુ ફીંટીગ ઢીલુ હોવાને કારણે ગાહક એટીએમ કાર્ડ બહાર કાઢવા જતા ડીસ્પ્લે ખુલી ગઇ હોવાનુ સામે આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...