Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાણપુરની પરિણીતાને દહેજ મામલે પતિએ તગેડી મુકી
ડીસાના રાણપુર ગામની પરણીતા પતિ સાથે મુંબઇ રહેતી હતી. સાસરીયાઓની ચઢામણીથી પતિ અવાર નવાર મારમારી દહેજ માંગતો હતો. જ્યારે બુધવારે પતિએ દાગીના કાઢી લઇ પત્નિને કાઢી મુકતા પતિ સહીત સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી હતી.
લાખણીના મોટા કાપરા ગામની યુવતિના લગ્ન બે વર્ષ અગાઉ ડીસાના રાણપુર ગામના ચિંતન ઉર્ફે ચેતન ઉર્ફે ચિન્ટુ રાજેશભાઇ બારોટ સાથે થયા હતા.જો કે લગ્ન બાદ યુવતિનો પતિ મુંબઇ જ્યારે યુવતિ સાસુ-સસરા સાથે રાણપુર રહેતી હતી.છેલ્લા એક માસથી પરણીતાને તેનો પતિ મુંબઇ રહેવા લઇ ગયો હતો.જ્યા યુવતિને દહેજ મામલે મારમારી બુધવારે સવારે યુવતિ સુતી હતી તે સમયે પતિએ યુવતિ સાથે જોરજબરાઇ કરી શરીર પર પહેરેલા દાગીના કાઢી લીધા હતા.અને તે બાદ પિયરીયે જતી રહે નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઇ પિયરીયે ગયેલી પરણીતાએ તેના પતિ ચિંતન ઉર્ફે ચેતન ઉર્ફે ચિન્ટુ રાજેશભાઇ બારોટ, રાજેશભાઇ ઉર્ફે રાજુ વજેરામભાઇ બારોટ, કાળીબેન રાજેશભાઇ ઉર્ફે રાજુ બારોટ, બ્રીજેશભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુ બારોટ, દિનેશભાઇ વજેરામભાઇ બારોટ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.