તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઇગામ ખાતે ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુઈગામ | ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો ભૂરાજી ઠાકોર, શ્રવણજી ઠાકોર, રમેશજી ઠાકોર, ભાણજી ઠાકોર સહિતના યુવાનો દ્વારા સામાજિક ઉત્થાન માટે થોડા સમય પહેલા સમાજના યુવાનોના માધ્યમથી ફાળો ઉઘરાવેલ છે. જે ફાળામાંથી ઠાકોર સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ઉપયોગી ગરમ ધાબળાની ખરીદી કરી હતી. 1971માં પાકિસ્તાનમાંથી ભારતમાં વિસ્થાપિત તરીકે સુઇગામ ખાતે રહેતા શંકરભાઇ ઠાકોરના પુત્ર સ્વ.મયારામભાઇના માં-બાપ વિહોણા અને દાદા-દાદીના સહારે ઉછરતાં સાત સંતાનોને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા. તેમજ અન્ય જગ્યાએ પણ જરૂરિયાતમંદ ગરીબોને ઠાકોર સમાજના યુવાનોના સાથ સહકારથી ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુઇગામ રાજુજી ઠાકોર, દશરથજી ઠાકોર, રામસિંહ રાજપૂત, નવીન ચૌધરીએ ગરીબ પરિવારને ઘરે જઇ ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...