તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચરતી અને વિમુક્ત જાતિના યુવકનું મતદાર યાદીમાં ભૂતિયું નામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિચરતી અને વિમુક્ત જાતિના યુવકનું મતદાર યાદીમાં ભૂતિયું નામ ચઢી ગયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મડાણાના યુવકનો ફોટો ભુતીયા નામમાં આવી ગયો હોવાનું સામે આવ્યું છે.આ મામલામાં તપાસ કરવાની માંગ સાથે યુવાને બનાસકાંઠા ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી.

પાલનપુર તાલુકાના ડાંગિયા ગામમાં રહેતા બલુભાઈ કલાભાઈ વાદીને રાહતનો પ્લોટ મંજૂર થયો હતો. જેને લઇ ગામના તલાટી દ્વારા પુરાવાઓ ચકાસ્યા હતા. જે બાદ જાણવા મળ્યું હતું કે ચંડીસર ગ્રામ પંચાયતમાં બળવંતભાઈ કલાભાઈ વાંસફોડા અને બલુભાઈ કલાભાઈ વાદી બંને એક જ છે એવો દાખલો આપતા બલુભાઈ ચોંકી ઉઠ્યા હતા. મતદાર યાદી જોતા તેમાં તેમનો ફોટો આવતા બન્ને નામ એકજ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય એ હેતુથી બલુભાઈએ ચંડીસર ગ્રામ પંચાયતમાં લેખિત રજુઆત કરી હતી. આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે હું " મારા તમામ આધાર પુરાવા રજુ કરું છુ જો બળવંતભાઈ વાંસફોડા નામની કોઈ વ્યક્તિ હોય તો તેમણે પણ સામે આવીને પોતાના પુરાવા રજૂ કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...