ધાનેરાના શેરા ગામ નજીક સોમવારે લીલા લાકડા ભરેલા ટ્રેકટરના

ધાનેરાના શેરા ગામ નજીક સોમવારે લીલા લાકડા ભરેલા ટ્રેકટરના ચાલકે જીપને હડફેટે લેતા જીપ ચાલકનું ઘટના સ્થળે જ મોત...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:27 AM
Palanpur News - green wood stocked tractors on monday near shira village of dhanera 032726

ધાનેરાના શેરા ગામ નજીક સોમવારે લીલા લાકડા ભરેલા ટ્રેકટરના ચાલકે જીપને હડફેટે લેતા જીપ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રેકટરના ચાલકનો લોકોએ પીછો કરતાં ટ્રેકટર મૂકી ભાગી ગયો હતો.આ અંગે લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધાનેરાથી કમાન્ડર જીપ શેરા ગામ બાજુ જઇ રહી હતી તે સમયે શેરા ગામ નજીક લાકડા ભરેલા ટ્રેકટરે જીપને અડફેટે લીધી હતી.ત્યારે જીપમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને ટ્રેકટર ચાલક ભાગ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ ટ્રેકટરનો પીછો કર્યો હતો છતાં ટ્રેકટર ચાલક ટ્રેકટર મૂકી ફરાર થઇ ગયો હતો.જીપમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે ધાનેરા ખસેડયા હતા.

આ અંગે પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Palanpur News - green wood stocked tractors on monday near shira village of dhanera 032726
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App