તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખણીમાંથી પોષડોડાના 106 કિલો જથ્થા સાથે જસરા ગામનો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણીના મુખ્ય બજારમાં આવેલી દુકાનમાં પોષડોડાનો જથ્થો રાખી વેપાર કરતા હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં દુકાન અને રહેણાંક સોસાયટીમાંથી પોષડોડાનો 106 કિલો (કિ. 3.20 લાખ)નો જથ્થો પોલીસે જપ્ત કરી એક ની અટકાયત કરી આગથળા પોલીસ મથકે 3 જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લાખણીના મુખ્ય બજારમાં હિંગળાજ કોમ્પલેક્ષ સામેના ભાગે અરવિંદકુમાર ચેનાજી બારોટની દુકાનમાં એસઓજીએ તપાસ કરતા દુકાનના પાછળના ભાગે પ્લાસ્ટિકના કટ્ટા અને એક સફેદ કલરના મેણીયાનું કટ્ટા અડધુ ભરેલું મળી આવ્યું હતુ. જે કટ્ટાની તપાસ કરતાં અંદરથી તીવ્ર વાસ આવતા પોષડોડા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ઘટના સ્થળે હાજર નરેશ બારોટની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ દુકાનમાં હરજીજી પ્રભુજી બારોટ (રહે.લાખણી) પોષડોડાનો વેપાર કરે છે.જે પોષડોડાનો જથ્થો લાખણી ગામના ભાણજીભાઇ જયરામભાઇ જોષી પાસેથી લાવે છે. હું અહીં નોકરી કરું છું .પોલીસે બન્નેના ઘરે તપાસ કરી હતી અને જથ્થો ઝડપી નમૂના એફએસએલમાં પરીક્ષણ કરાવી પંચો સમક્ષ વજન કરી તમામ જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલામાં અરવિંદ કુમાર ચેનાજી બારોટ (રહે જસરા તા. લાખણી), પ્રભુજી જગાજી બારોટ (રહે લાખણી) અને ભાણજીભાઇ જયરામભાઇ જોષી (રહે . લાખણી) વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લાખણીમાંથી પોષડોડાનો 106 કિલો રૂ.3.28 લાખના મુદ્દામાલ સાથે જસરા ગામના અરવિંદ બારોટને ઝડપી પાડ્યો હતો.તસ્વીર ભાસ્કર

FSLની ટીમે સ્થળ પર જ પરીક્ષણ કર્યું
રેડ વખતે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને સાથે રાખવામાં આવી હતી. જેમણે એનડીપીએસ કીટની મદદથી સ્થળ પર પરિક્ષણ કરીને ઝડપાયેલા પદાર્થમાં ઓપીયમ આલ્કોલોઇડ નામનો સક્રિય ઘટક હોવાનું સાબિત થતા નારકોટિક્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વરિયાળીના કટ્ટાની વચ્ચે જથ્થો સંતાડ્યો
કોમ્પ્લેક્સમાંથી કેટલોક જથ્થો મળી આવ્યા બાદ વધુ તપાસ માટે એસ.ઓ.જી.એ લાખણી ગામમાં જ ગેળા જવાના રોડ પર આનંદ નગર વિસ્તારમાં ભાણજીભાઈ જોશીના માલિકીના શેડમાં પહોંચી હતી જ્યાં પડેલા વરિયાળીના કટ્ટાની વચ્ચે પોષડોડાના કટ્ટા જપ્ત કર્યા હતા.

રેડ અગાઉ સરકારી ગાડીની તલાશી લેવાઈ
નાર્કોટિક્સના ગુનામાં રેડ કરવા ગયેલી એસઓજીના વાહનોની પંચોની હાજરીમાં તલાશી લેવાઇ હતી.ગાડીમાં નાર્કોટિક્સ સંબંધિત કોઈ ચીજ વસ્તુ ન હોવાનું રિપોર્ટ કરીને સ્ટાફ રેડ કરવા નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...