તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિહોરીના ગાયત્રી સોસાયટીમાં આવેલ એરટેલ કંપનીની ઓફીસની સીડી નીચેથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિહોરીના ગાયત્રી સોસાયટીમાં આવેલ એરટેલ કંપનીની ઓફીસની સીડી નીચેથી બુધવારના રાત્રે 2 ચોરો કંપનીની 48 બેટરી કિંમત રૂ. 48 હજારની ચોરી કરી નાશી છૂટ્યા હતા. આ અંગે ફરિયાદ શિહોરી પોલીસ સ્ટેશને નોંધાતાં પોલીસે ગણત્રીના કલાકોમાં જ 2 ચોરોને રૂ. 46 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

શિહોરીના ગાયત્રી સોસાયટીમાં આવેલ એરટેલ કંપનીની ઓફીસની સીડી નીચેથી બુધવારના રાત્રે કોઇક શખ્સો એરટેલ કંપનીની બેટરીઓ નંગ-48 કિંમત રૂ.48000 ની ચોરી કરેલ તેની ફરિયાદ એરટેલ કંપનીના એન્જિનિયર પ્રદીપકુમારે શિહોરી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. આ ચોરીની તપાસ શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.જેઠવા ચલાવી રહ્યા હતા. ત્યારે હકીકત મળેલ અને ત્યારે શકદાર તરીકે શિહોરીના ઉંદરિયાવાસના અરવિંદજી સામતાજી ઠાકોર ઉર્ફે ચકાજી ઠાકોરને અને સંજયજી નટવરજી ઠાકોર (રહે.સમણવા,તા.કાંકરેજ) ને ઝડપી પુછપરછ કરતા આ બન્ને શખસોએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યારે વધુ પુછપરછ કરતા મુદ્દામાલ પણ આપ્યો હતો અને તેમાંથી 46 બેટરી કિંમત રૂ.46000 કબ્જે કરી આગળની તપાસ શિહોરી પીએસઆઇ પી.જે.જેઠવા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...