ગઢ પોલીસે ચોરીના બે બાઇક સાથે સામઢીના શખ્સને ઝડપ્યો

Palanpur News - fortress police speeded up a man with two stolen bikes 081647

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
ગઢ પોલીસ સ્ટાફ મંગળવારે સામઢી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 1 શંકાસ્પદ બાઈક ચાલકને ઉભો રખાવી પૂછપરછ કરતાં બાઈક ચોરી કર્યાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તેના મિત્રએ પણ એક બાઈક ચોર્યાનું જણાવતાં ગઢ પોલીસે બે બાઈક સાથે સામઢીનાં એક શખ્સની ધરપકડ કરીને રૂ.22 હજારની કિંમતના બે બાઇકને કબ્જે લઈને ડીસા રૂરલ પોલીસને સોંપ્યા હતાં.

ગઢ પોલીસ મંગળવારે સામઢી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં.ત્યારે એક બાઈકચાલકને રોકી જરૂરી કાગળો માંગતા તેને આપ્યા નહતા. પૂછપરછ કરતાં બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં તેના મિત્ર મુકેશભાઈ પ્રધાનજી સોલંકી (રહે.સામઢી-મોટાવાસ) ગામનાં સાથે ડીસાનાં ભોયણ ગામેથી બે બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ગઢ પોલીસે ચોરીના બે બાઈક કિ. રૂ.22000 ના મુદ્દામાલ કબ્જે લઈ પરેશ ઉર્ફે કાળુભાઈ મંગાભાઈ વાલ્મિકી (રહે.સામઢી-રાણાજીવાસ)ની અટકાયત કરીને ડીસા રૂરલ પોલીસને સુપરત કર્યો હતો.

X
Palanpur News - fortress police speeded up a man with two stolen bikes 081647

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી