તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવિપ દ્વારા ડીસા ખાતે લગ્નગીત સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે આપણી સંસ્કૃતિની ઓળખ તેમજ અત્યારે ડીજેના તાલમાં ભુલાઇ ગયેલી લગ્ન ગીતોની પરંપરાને ટકાવી રાખવા માટે જુદીજુદી શાખાઓ દ્વારા ડીસા ખાતે લગ્નગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 શાખાઓની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પાલનપુરની પશ્ચિમ શાખાની બહેનોનો આ સ્પર્ધામાં ત્રીજો નંબર આવ્યો હતો. જેમાં મીનાબેન મહેશ્વરી, લલિતાબેન વાઢેર, નિરૂબેન ધારાણી, અંજનાબેન જોશી, મનીષાબેન લીંબાચીયા, લીનાબેન જુડાલ, આરતીબેન મહેશ્વરી, પ્રીતિબેન મહેશ્વરી, રાધાબેન સોની, રેખાબેન અખાણી સહિતની મહિલાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...