તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં બટાકાની આવક વધતાં ભાવમાં પ્રતિ મણે 70 થી 80 રૂપિયાનો ઘટાડો, ખેડૂતો ચિંતિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા પંથકમાં નવા બટાકા કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અચાનક જ બે દિવસથી બટાકાની આવક વધી જતાં ભાવમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. જો કે, વધુ આવકના કારણે ભાવ ધટ્યો હોવાનું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે. જો કે, પ્રતિ મણે 70 થી 80 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

ડીસા પંથકમાં શિયાળાની સિઝનમાં અનુકૂળ હવામાનના કારણે બટાકાનો પાક વધ્યો છે. ડીસા પંથકમાં નવા બટાકા કાઢવાની સાથે જ ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની આવકમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહી છે. ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં પાંચ દિવસથી શરૂ થયેલ બટાકાની હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં હતાં. પરંતુ સારા ભાવ જોઇને ખેડૂતો કાચા બટાકા કાઢવાની શરૂઆત કરતાં આવક વધી જવા પામી છે.

જો કે આવક વધવાની સાથે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડીસા માર્કેટયાર્ડમાં રવિવારે 12,077 કટ્ટાની આવક થતાં ભાવમાં કડાકો બોલી જવા પામ્યો હતો. ડીસા માર્કેટયાર્ડમાં તા. 10ના રોજ બટાકાના ભાવ 270 થી 374 રહ્યા હતા. જેની સામે તા. 12 ના 214 થી 282 રૂપિયા ભાવ રહ્યો હતો.

બટાકાના આ ભાવ સારા જ છે
 ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં બટાકા કાઢવાની શરૂઆત થઇ છે. બટાકાની આવક વધી રહી છે. ખેડૂતો પણ ભાવ જોઇ બટાકા કાઢવાની ઉતાવળ કરી રહ્યાં છે તેમ છતાં હાલમાં બટાકાનો ભાવ સારો છે. ગણપતલાલ કચ્છવા, પ્રમુખ, ડીસા કોલ્ડ સ્ટોરેજ એશોસીએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો