તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા તાલીમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ તથા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (સીઇડી) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું તારીખ 4 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સીઇડી અમદાવાદ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને ગણપત યુનિવર્સિટી, ખેરવા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાલનપુરના નિષ્ણાંત તજજ્ઞો હાજર રહ્યા હતા. જેમાં જી.ડી.મોદી વિદ્યાસંકુલના કુલ 26 તાલીમાર્થીઓએ ઉદ્યોગ સાહસિકતાના વિવિધ પાસાઓ અને માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડો. ધર્મેશ ઠાકર, હર્ષવર્ધન વ્યાસ, સી.એન. સોની, ઉદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગરના નિવૃત્ત અધિકારી સુરેશ ક્રિશ્ચયન ખાસ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમમાં સાયન્સ કોમર્સ કોલેજના પ્રિંસિપલ ડો. વાય બી ડબગર તથા કેમ્પસ ડાયરેક્ટર અપૂર્વ મહેતા અધ્યાપકોએ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો