તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરના રવેલ જુના પ્રા. શાળામાં SMCની મીટીંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરના રવેલ જુના પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની ગુરુવારે મીટીંગ પંચાયત અને એસએમસી સભ્ય પુનાભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સમિતિના સભ્ય સચિવ જીવાભાઈ માળીએ એજન્ડા વાઇઝ ચર્ચા કરાવતા આગામી પ્રજાસતાક દિનની ઉજવણીના આયોજન, રવેલ જુનાની શાળા માટે નવીન રૂમના પેકેજની માંગણી, શાળાના શૈક્ષણિક કાર્ય માટે વર્ષ 2019-20 ની ગ્રાન્ટ વપરાશ, નવીન બનેલ શૈક્ષણિક સંકુલમાં પાણી અને વીજળીની વ્યવસ્થા જેવા મુદ્દાઓની હાજર સભ્યોએ ચર્ચા કરી ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. એસએમસીના શિક્ષણવિદ સેંધાભાઇ પરમાર દ્વારા તમામ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતુ. આ મીટીંગમાં એસએમસી મહિલા સભ્ય કોકિલાબેન પરમાર, વિમુબેન ગૌસ્વામી, માલજીભાઈ ઠાકોર, કરમશીભાઈ દેસાઈ, દલપતભાઈ ઠાકોર, અમરતભાઈ લુહાર, વિમળાબેન ઠાકોર તથા શાળાનો સ્ટાફ બિપિનભાઈ વાણીયા, રણજિતસિંહ ઠાકોર, ભરતભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, રાહુલભાઈ પટેલ, વિશ્વાસ પટેલ, મધ્યાહન ભોજન સંચાલક અમરતજી દુમાદરા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...