તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડાના શેરગઢમાં રીંછ દેખાતાં બે દિવસથી ગામલોકોમાં ફફડાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસોર જંગલ વિસ્તારમાંથી રીંછ નજીકના શેરગઢ ગામમાં બે દિવસથી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ ઉભો થયો છે.રાત્રિ દરમ્યાન નજીકમાં આવેલ જંગલમાંથી ગામમાં આવેલ દૂધ ડેરી નજીક આવેલુ રીંછ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયું હતું.બીજા દિવસે પણ આજ રીંછ ફરી ગામમાં દેખાયા બાદ પણ જંગલ ખાતુ હજી સુધી અજાણ છે.જેના લીધે જેસોર જંગલવિસ્તાર નજીકના શેરગઢ ગામના ખેડૂતો અને ગ્રામજનોમા ફફડાટ ઉભો થયો છે.

ગત દિવસોની રાત્રિના સમયે રીંછ ગામની દૂધ ડેરી સુધી આવી ગયું હતું.અને ઝાડ પર ચડવાની કોશિશ કરી હતી.જે સમગ્ર ઘટના દૂધ ડેરીમાં લગાવેલ સી.સી.ટી.વી મા કેદ થઈ ગઈ હતી.અને રાત્રી બાદ રીંછ પાછુ જંગલમાં જતુ રહ્યું હતું.અગાઉ પણ રીંછ ડેરી ગામમાં લીંબડાના ઝાડ પર ચડી ગયું હતું.જે બાદ ગામલોકો અને જંગલ ખાતાના અધિકારીઓએ રીંછને રેસ્ક્યુ કરી જંગલ તરફ ભગાડી દીધું હતું.જ્યારે ફરી રીંછ શેરગઢ ગામમાં બે દિવસથી દેખાતા ખેડૂત હવે રાત્રીના સમયે ખેતરે જતા પણ ડરી રહ્યા છે.જાસોર રેન્જના જંગલ વિસ્તારની ફરતે કોઈ ફેન્સીંગ નથી અને જંગલ નજીક ખેડૂતો ખેતીકામ પણ કરતા હોય છે. આથી અચાનક રીંછ આવી જાય અને હૂમલો કરી જાય તેવી બીક લોકોને સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...