તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચડોતર નજીક છકડાના ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાનાં ચડોતર નજીક ગુરુવારે બપોરે એક અજાણ્યાં વૃદ્ધને એક છકડાના ચાલકે અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. જ્યાં ગંભીર રીતે ઘાયલ આ વૃદ્ધને સારવાર અર્થે 108 દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જે અંગે આ માર્ગ પરથી પસાર થતાં ડીસાના એક શખ્સએ ગઢ પોલીસ મથકે છકડાના ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. અજાણ્યાં મૃતકની ઉંમર અંદાજે સાઇઠ વર્ષ છે. જેને શરીરે સફેદ કલરનું શર્ટ અને કાળું પેન્ટ પહેરેલ છે. હાલમાં મૃતકની લાશને પાલનપુર સિવિલમાં રાખવામાં આવેલ છે. જે કોઇને આની ભાળ મળે તો ગઢ પોલીસ અથવા પાલનપુર સિવિલમાં સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...