તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલણમાં દારૂડીયા પતિએ પત્નિને મારમાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના માલણમાં 1 શખ્સ દારૂ પી આવી પત્નિને મારમારી છુટાછેડાની ધમકી, સાસરીયાઓએ પણ જતી રહેવાનુ કહેતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી હતી.

વડગામના ધોરી ગામે રહેતા શાહીનાબેન સદ્દામહુસેન મન્સુરીને છેલ્લા 6 માસ અગાઉથી તેમનો પતિ સદ્દામહુસેનએ દારૂ પી આવી અવારનવાર શારીરીક માનસીક ત્રાસ આપી મારઝુડ કરી હતી.અને તે બાદ છુટાછેડા આપવાની ધમકીઓ આપી હતી.જે બાબતે શાહીનાબેનને તેમના સાસરીયાઓએ પણ અમારે કઇ લેવા દેવા નથી તેવુ કહી જતી રહેવાનું કહેતા શાહીનાબેનએ સદ્દામહુસેન ઇકબાલભાઇ મનસુરી, શરીફાબેન ઇકબાલભાઇ મનસુરી, દિનમહમદ ગફુરભાઇ મનસુરી અને સોનલબેન સરદારભાઇ વણકર સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...