પાલનપુરમાં શુક્રવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષાસેતુ દિવસની ઉજવણી

Palanpur News - district collector sandeep sangle presides over the security day in palanpur friday 031520

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:15 AM IST
પાલનપુરમાં શુક્રવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષાસેતુ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળએ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સ્ટુડન્ટ, પોલીસ કેડેટ્સના વિદ્યાર્થીઓને સુરક્ષા અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ટુ વ્હિલર ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવા અપીલ કરી હતી. ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટરથી એક પ્રભાત ફેરી યોજાઇ હતી. જેમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડીના સભ્યો, બેન્ડ શાખાના સભ્યો બેન્ડ સાથે તેમજ એસપીસી કેડેટ્સ જોડાયા હતા. ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટરમાં ડોગ-શો, હોર્સ-શો, બીડીડીએસ ટીમની કામગીરી જેવા વિવિધ શો યોજાયા હતા. હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું.

X
Palanpur News - district collector sandeep sangle presides over the security day in palanpur friday 031520
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી