તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા રેફરલમાં ધાબળા અને સ્વેટરનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે નવા વર્ષ-2019 નું સ્વાગત સમાજ સેવામાં અગ્રેસર માનવ સેવા સંગઠન ધાનેરા દ્વારા લીંક એ.આર.ટી સેન્ટર ધાનેરા પર દવા લેતા અને બનાસ એન.પી. પ્લસ સંસ્થા સાથે જોડાયેલ ધાનેરા અને આજુબાજુના એચ.આઇ.વી. પોઝીટીવ લોકોને શુક્રવારે ધાબળા અને સ્વેટર વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં ડૉ. અશ્વિનભાઇ ચૌધરી,ગૌરાંગભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ ઠક્કર, હિતેષભાઇ ઠક્કર, અજયભાઇ પંડ્યા, પ્રકાશભાઈ પઢીયાર, નરેશભાઈ સોની, કુસુમ રાજપૂત, વર્ષાબેન જોષી હાજર રહ્યા હતા. જે પ્રોગ્રામમાં 28 જેટલા બાળકોને ધાબળા આપ્યા હતા. 35 જેટલી બહેનોને ધાબળા આપ્યાં હતા અને 15 જેટલા ભાઇઓને સ્વેટર વિતરણ માનવ સેવા સંગઠન સંસ્થા ધાનેરા દ્વારા કર્યું હતું અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તસવીર-વિઠ્ઠલ પટેલ

અન્ય સમાચારો પણ છે...