તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખણીના ધ્રોબા ગામે ટ્રેક્ટર અથડાવા મુદ્દે ભાઇઓ બાખડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી તાલુકાના ધ્રોબા ગામે ડેરીમાં દૂધ ભરાવવા ગયેલા મોટાભાઈના ટ્રેક્ટર સાથે નાના ભાઈનું ટ્રેક્ટર અથડાતાં મોટા ભાઈએ નાના ભાઇને ઠપકો આપતા નાના ભાઈએ મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાખણી તાલુકાના ધ્રોબા ગામે હરલાલભાઇ હાજાભાઇ રબારી ટ્રેક્ટર લઈ શનિવારે ડેરીએ દૂધ ભરાવવા ગયા હતા.તે દરમિયાન તેમના નાના ભાઇ નાગજીજી હાજાજી રબારીએ તેનું ટ્રેક્ટર લઇ આવી હરલાલભાઇના ટ્રેક્ટરને ટક્કર મારી હતી.જે અંગે હરલાલભાઇ હાજાભાઇ રબારીએ તેમના નાનાભાઇ નાગજીજીને ઠપકો આપતા નાગજીજી તેના મોટાભાઇ હરલાલભાઈને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે હરલાલભાઈ હાજાભાઇ રબારીએ તેના નાનાભાઇ નાગજીજી હાજાભાઇ રબારી વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...