જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેકટર કચેરી આગળ ધરણા

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેકટર કચેરી આગળ ધરણા યોજવામાં આવ્યા હતા. વિદ્યાસહાયકોને 1997થી આજદિન સુધી...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:26 AM
Palanpur News - dharna ahead of collector office by the district primary education association 032645

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેકટર કચેરી આગળ ધરણા યોજવામાં આવ્યા હતા. વિદ્યાસહાયકોને 1997થી આજદિન સુધી સળંગ નોકરીએ ગણવા માંગ કરાઈ હતી. સરકાર દ્વારા જો માંગો સ્વીકાર કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે વધુ જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

જિલ્લામાં 5000 થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. જેમાં ધોરણ 1 થી 8 ના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે તે માટે પાછલા કેટલાક સમયથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ લડત ચલાવે છે. જેના ભાગરૂપે પાલનપુરમાં કલેકટર કચેરી બહાર એક દિવસીય ધરણા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ચમનભાઈ વાઘેલાએ કહ્યું કે હાલમાં શિક્ષકોને સરકારની તમામ પ્રકારની કામગીરી આપવામાં આવે છે જેના લીધે શૈક્ષણિક ગુણવત્તા પર પણ તેની અસર પડે છે. અમારી મુખ્ય બે માંગો છે. જેમાં એક 1997થી અત્યાર સુધી સળંગ નોકરી ગણવામાં આવે. જેથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે અને શિક્ષણ સિવાયની કોઇ કામગીરી આપવી નહીં જેથી બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે.આગામી 15 અને 16 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાના ધરણા કાર્યક્રમનું આયોજન છે. જેમાં બનાસકાંઠામાંથી 3000 શિક્ષકો ભાગ લેવા જશે.

X
Palanpur News - dharna ahead of collector office by the district primary education association 032645
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App