તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાના રમુણાના યુવક પાસે મોબાઈલ પર માફી મંગાવી માર મારતા બે વીડિયો ઉતારીને વાયરલ કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ધાનેરાના રમુણા ગામમાં એક યુવકને ત્રણથી ચાર લોકો ભેગા મળીને અન્ય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કેમ કરી તે બાબતે ઠપકો આપીને માર મારતાનો વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો હતો.જેમાં જુદા-જુદા બે વિડીયો વાયરલ થયા હતા.તે પૈકીના એક વીડિયોમાં યુવક પાસે માફી મંગાવી તેનું નામ અને પરિચય પૂછાય છે.બાદમાં હવે તને મારવો છે તેમ કહીને તેને મારવામાં આવે છે.ધાનેરા તાલુકાના રામપુરા ગામના કેટલાક રહીશોએ આ વિડીયો તેમના જ ગામનો જ છે તેવી પુષ્ટિ કરી હતી.પરંતુ સમગ્ર ઘટના અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.જોકે નાણાકીય લેવડદેવડ દરમિયાન અન્ય સમાજના રહીશ વિશે ઘસાતું બોલાતા અન્ય સમાજના યુવકો રોષે ભરાયા હતા.અને યુવકને માર મારી તેની પાસે માફી મંગાવી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો