તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા, આગથળામાંથી 3.40 લાખના દારૂ સાથે બે ઝડપાયા, એક ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા પોલીસે સોમવારે સામારવાડા ગામની સીમમાં ગાડી નંબર એચઆર 51 એએચ 5506 ની તલાશી લેતાં વિદેશી દારૂની બોટલ નંગ 429 કિંમત રૂ.2,14,500તેમજ ગાડી મળી કુલ રૂ. 3,19,500નો મુદ્દામાલ કબજે કરી પંકજકુમાર પ્રકાશજી સાળવી તેમજ તેજસિંહ સોહનસિંહ રાજપૂત(રહે રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.જ્યારે આગથળા પોલીસે જડીયાલી ગામની સીમમાં ગાડી નંબર જીજે 01 ડીઝેડ 5352ની તલાશી લેતાં તેમાંથી દારૂ બોટલ નંગ 1278 કિંમત રૂ.1,27,800નો મળી આવ્યો હતો.જો કે ગાડી ચાલક પોલીસને જોઈ ગાડી મૂકી નાસી ગયો હતો.જે અંગે આગથળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...