તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 10 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કર્યુ, 4 સેમ્પલો લેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં ગુરુવારે લાટી બજારમાં આવેલ સાંઈનાથ ટ્રેડિંગ નામના ઘી ના ગોડાઉન અને જીઆઇડીસીમાં આવેલ મહાવીર મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બન્ને સ્થળે અંદાજિત 10 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી પડ્યું હોવાની અંગત બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એચિંતી રેડ કરી હતી. બન્ને સ્થળેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિવિધ બ્રાન્ડના 4 સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની અનેક ખાદ્યચીજોની બનાવટ અને ભેળસેળની પ્રવૃત્તિ બેરોકટોક પ્રવર્તી રહી હોવાની વ્યાપક બૂમરાડ ઉઠવા પામી છે. ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાગનાથ ટ્રેડિંગમાં થોડા દિવસ અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરી સોયાબીન અને રાયડાના તેલનો જથ્થો સિઝ કર્યો હતો. ત્યારે ગુરુવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગાંધીનગરના આદેશથી રાજ્યભરમાં જુદીજુદી જગ્યાએ ઘણી ફેક્ટરીઓ અને ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે ડીસાના લાટી બજારમાં આવેલ કલ્પેશકુમાર મહેશભાઈ પંચીવાલા સંચાલિત શ્રી સાંઇનાથ ટ્રેડિંગ અને જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીગ્નેશ જગદીશભાઈ કાનુડાવાલા સંચાલિત મહાવીર મિલ્ક પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ ઘી નું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. ઘટના સ્થળેથી 10 લાખ ઉપરાંતનું શંકાસ્પદ ઘી વેચાતું હોવાની અંગત બાતમી મળતા બન્ને જગ્યાએથી ગાયના ઘી ના 500 ગ્રામ તથા 1 લીટર તથા સુરતના ઓલપેડ ખાતેથી પંચમ કંપનીનું ઘી તથા શ્રી વીર મિલ્ક પ્રોડક્શન ઉત્પાદિત શુભ પ્રીમિયમ કાઉ ઘી ના પેકિંગોના કુલ ચાર સેમ્પલો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...