ગઢથી સુંઢા-મોટા ગામોને જોડતાં માર્ગને નવીન બનાવવાની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરનાં ગઢને અડીને આવેલા ગામો પૈકી સુંઢા, મોટા, કુંભલમેર, કુંભાસણ જેવાં ગામોનાં લોકો કામ ધંધાર્થે ગઢમાં આવતાં હોય છે. જ્યાં કુંભાસણ નજીક આવેલ ધૂળ-ભાખરીથી સીધો એક માર્ગ ગઢ નીકળે છે. જે સુંઢા તેમજ મોટા ગામનો જૂનો માર્ગ કહેવાતો જે જુના માર્ગ ઉપર નવીન રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.

કુંભાસણ-સુંઢા માર્ગ ઉપર આવેલ ધૂળ-ભાખરી નજીક ગઢ જવાનો જૂનો માર્ગ આવેલ છે. જ્યાં વર્ષો પહેલાં અહીં સુંઢા તેમજ મોટા ગામનાં લોકો અહીંથી ગઢ જતાં હતાં અને તેનું અંતર પણ માત્ર બે થી ત્રણ કી.મી.જેટલું છે. પરંતુ દિવસે-દિવસે આ માર્ગ હાલ તો નેળિયામાં પરિવર્તિત થઇ ગયો અને સુંઢા-મોટા ગામનાં લોકો કુંભાસણ થઇને ગઢ જાય છે. જે આઠ કી.મી.જેટલું થાય છે. જો આ માર્ગને નવીન બનાવવામાં આવે તો આ ગામોને જોડતાં ગઢનું અંતર માત્ર ત્રણ કી.મી.થઇ જાય અને આંતરિક વાહન વ્યવહાર પણ સરળ બની જાય. કુંભાસણ ગામનાં ગ્રામ પંચાયતના સદસ્ય અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘જો આ જુના માર્ગ ઉપર નવીન રોડ બનાવવામાં આવે તો અંતર ઘટી જાય અને લોકો સરળતાથી ગઢ જઇ શકે. જે અંગે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.’

સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...