પાલનપુરમાં ચોરીઓ ત્રાસથી વોર્ડ નં.1ના રહીશોની બાવરી ડેરા હટાવવાની માંગ

Palanpur News - demand for the removal of bauri dera of ward no1 residents in palanpur 031603

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:16 AM IST
પાલનપુરના વોર્ડ નંબર 1 માં ચોરીના બનાવો સહિત અસામાજિક પ્રવૃત્તિઓથી ત્રાહીમામ પોકારી ઉઠેલા તાજપુરા,સરણાવાડી સહિતની સોસાયટીના રહીશો સોસાયટીની બાજુમાં દબાણમાં આવેલા બાવરીના ડેરાના ઝુપડા દૂર કરવાની રજૂઆતને લઈ શુક્રવારે પાલિકાએ દોડી આવ્યા હતા અને જો આગામી સમયમાં કાર્યવાહી હાથ નહીં ધરાય તો કલેકટર કચેરી બહાર ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1 ના આદર્શનગર, પ્રકાશનગર,ગોરવાડી તાજપુરા,સરેલાવાડી,ભીમરાવનગર સહિતની સોસાયટીના રહીશો બાજુમાં દબાણમાં આવેલા બાવરીના ડેરાના લોકો દ્વારા ચલાવાતી લૂંટફાટ,કબૂતરોનો શિકાર ,ચોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે વિસ્તારના સ્થાનિકો શુક્રવારે બાવરી ડેરા દૂર કરવાની માંગને લઇ પાલિકાએ દોડી આવ્યા હતા.અને પાલિકા ઓ.એસને આવેદનપત્ર આપી સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરાઇ હતી.અને જો આગામી સમયમાં બાવરી ડેરા દૂર નહીં કરાય તો કલેકટર કચેરીની બહાર ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બાવરી ડેરામાં બધી સગવડ પૂરી પાડી છતાં ચોરીઓ કરવાનું બંધ કરતા નથી

બાવરી ડેરાના રહીશોને માંગ હતી કે અમને સગવડો મળશે તો અમે ચોરી કરીશું નહીં તે બાદ પાલિકા દ્વારા તમામ સગવડો પૂરી પાડવા છતાં તે ચોરીઓ કરવાનું બંધ કર્યું નથી. અને સ્થાનિકો કહેવા જાય તો તેમને મારે છે જેને લઇ કલેક્ટર અને એસપીને આવેદન આપી રજુઆત કરી બાવરી ડેરાને દૂર જગ્યા ફાળવવા રજૂઆત કરી છે. જો તેમને દુર જગ્યા ફાળવાય તો જિલ્લાની ચોરીઓમા ઘટાડો થાય તેમ છે. શાંતિલાલ પઢિયાર, નગરસેવક

X
Palanpur News - demand for the removal of bauri dera of ward no1 residents in palanpur 031603
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી