વાવાઝોડામાં ઉડેલું પતરૂ વાગતા સગીરનું સારવાર દરમ્યાન મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાના કુંકડી ગામ નજીક 16 એપ્રીલે વાવાઝોડામાં એક સગીરને ઉડેલુ પતરૂ પગના ભાગે વાગતાં સારવાર અર્થે ખસેડ્યો હતો.જેનુ સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ મથકે જાણ કરાઇ હતી.

કુંકડી ગામથી માંકડી ગામ જતાં રોડ નજીક 16 એપ્રિલે આવેલા વાવાઝોડામાં ઉડેલું પતરૂ કલ્પેશભાઇ સોમાભાઇ તરાલને પગના ભાગે વાગતા નીચે પડી જતાં ઇજાઓ થઇ હતી.જેને લઇ સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન 26 દિવસ બાદ મોત નીપજ્યું હતું. ભાવનાબેન સોમાભાઇ કાળાભાઇ તરાલએ દાંતા પોલીસ મથકે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...