ભાભરના વાવ સર્કલ નજીક મંગળવારે રસ્તા વચ્ચે પડેલું ડાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભરના વાવ સર્કલ નજીક મંગળવારે રસ્તા વચ્ચે પડેલું ડાલુ હટાવવા ગયેલા પોલીસકર્મીને ડાલા ચાલક બાથે થઇ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ડાલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી

ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેશભાઇ તેજરામભાઇ મંગળવારે ભાભર વાવ સર્કલ નજીક ટ્રાફિકની કામગીરીમાં હતા.તે સમયે ડાલા નંબર જીજે 24 યુ 3983 રસ્તા વચ્ચે પડ્યું હતું.જેને લઇ ટ્રાફિકને અડચણરૂપ થતાં ડાલા ચાલકને કહેવા ગયા ત્યારે ડાલા ચાલક ભાવાભાઇ અણદા ભાઇ સોલંકીએ ઉશ્કેરાઇ જઇ પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેને લઇ મહેશભાઇએ ડાલા ચાલક ભાવાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.