તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં પશ્ચિમ જેવો અન્ડરપાસ પૂર્વમાં બનાવો : શહેરીજનોનો સૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં થોડા દિવસોમાં રેલવે ઓવરબ્રિજને ઊંચો લેવા માટે સમારકામ હાથ ધરવામાં આવનાર છે. તેવામાં જેવો પશ્ચિમ દિશામાં અંડરપાસ છે તેવો પૂર્વ દિશામાં બને તો શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બની શકે છે અને અવર-જવર હળવી બનશે. ઉપરાંત ગુરુનાનક ચોક તેમજ સુરેશ મહેતા ચોક પરનું ટ્રાફીકનું ભારણ પણ ઘટી જશે.

પાલનપુર શહેરમાં સૌથી ભરચક રહેતા ગુરુનાનક ચોક અને સુરેશ મહેતા ચોકમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા હવે પૂર્વ દિશામાં રેલવે ઓવરબ્રિજ નીચે અંડર પાસ પાર્ટ-2ની તાતી જરૂરીયાતને લઇ રાજ્ય સરકાર દ્વારા કોઇ ગંભીરતા દાખવવામાં ન આવતા સોસાયટીના રહીશોમાં રોષ છે. ‘દિવ્ય ભાસ્કર’એ કેટલાક રહીશો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે \\\"પાલનપુર રેલવે ઓવરબ્રિજ ઊંચો કરવાની કામગીરીની સાથે-સાથે અંડરપાસ પણ બની શકે છે. અધિકારીઓએ જાતેજ શહેરના હિતમાં દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મૂકી તાત્કાલિક મંજુર કરાવવી જોઇએ.’ અન્ય એક રહીશે જણાવ્યું કે \\\"જો રેલવે ઓથોરિટી રેલવે ઓવરબ્રિજને 0.75 મીટર ઊંચો કરવાનું પ્લાનિંગ કરતી હોય તો આ અંડરપાસ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’

ઉલ્લેખનીય છે કે ‘રેલ્વે પ્લેટફોર્મ નંબર-1ની પૂર્વ દિશામાં બ્રોડગેજની બે નવી લાઇન ઉપરાંત રેલવેનો વિસ્તાર પણ હાલ પ્રગતિમાં છે. માટે અંડરપાસ પાર્ટ-2 બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહિવટી કાર્યવાહી સત્વરે હાથ ધરાય તો ઓછા બજેટમાં પ્રોજેકટ પૂરો થઈ શકે.’

અંડરપાસ કેમ જરૂરી ?
અન્ડરપાસ એટલા માટે પણ જરૂરી છે કારણ કે રેલ્વે ઓથોરિટી હાલ નવો રેલવે ઓવરબ્રિજ ઊંચો ઉપાડશે તો ગુરુનાનક ચોકની તરફ રોડના ઢાળ મેળવવા માટે હાલનો રોડ લંબાવવો પડશે. જેથી ગુરુનાનક ચોકમાં ટ્રાફિકજામની સમસ્યા વધશે, જેથી અન્ડરપાસ પાર્ટ-2 બનાવવો વધારે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો