ડીસામાં જાહેરમાં ફેંકાયેલા મેડિકલ વેસ્ટ ખાઈ જતાં ગાયનું મોત નિપજ્યું

Palanpur News - cows die after eating public thrown at medical dees in deesa 081740

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
ડીસામાં જાહેરમાર્ગો પર મેડિકલ વેસ્ટ ઠલવાય છે. ભોપાનગરમાં જાહેરમાં ફેંકાયેલા મેડિકલ વેસ્ટ આરોગી જતાં ગાયનું મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ડીસા શહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ નિયમ મુજબ કરવામાં આવતો નથી. મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે સરકાર દ્વારા કડકાઇ પૂર્વકના નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં પરંતુ ડીસાના ભોપાનગર વિસ્તારમાં જાહેરમાં ફેંકાઇ રહેલા મેડિકલ વેસ્ટથી લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. આ રીતે જાહેરમાં ફેંકવામાં આવી રહેલા મેડિકલ વેસ્ટથી લોકોના સ્વાસ્થય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં ખુલ્લામાં ફેંકવામાં આવેલા મેડિકલ વેસ્ટના ઉકરડામાં ખોરાકની શોધમાં આવેલી એક ગાય મેડિકલ વેસ્ટ ખાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા આસપાસના વિસ્તાર રહેતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે અને જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી રહેલા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભોપાનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ માજીરાણા સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે ‘અવાર-નવાર અહીં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હોસ્પિટલનો કચરો ફેંકવામાં આવે છે વારંવાર વિરોધ કરવા છતાં કોઈ ગંભીરતા દાખવતા નથી, આજે ગાય મરી ગઇ છે તેની પાછળ આવા લોકો જવાબદાર છે.’

X
Palanpur News - cows die after eating public thrown at medical dees in deesa 081740

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી