તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં પ્રેક્ટિસ માટે આવેલા 4 ઓસ્ટ્રેલિયન તબીબોના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસામાં મેડીકલ પ્રેક્ટિસ માટે ગાંધી લિંકન હોસ્પિટલમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા 4 તબીબોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું કલેકટર સંદીપ સાંગલે જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ એ તકેદારીના ભાગરૂપે શાળા કોલેજમાં કોઈપણ તાવ શરદીનું બાળક દેખાય તો રજા આપી દેવા પરિપત્ર કર્યો છે. શનિવારે રજા હોવા છતાં ગાંધીનગરથી રાજ્ય સરકારે વિડીયો કોન્ફરન્સ યોજી તકેદારી બનાસકાંઠા કલેકટર ડીડીઓને રોગને વધતો ફેલાવ્વા અટકાવવા તકેદારી દાખવવા સૂચના આપી હતી. ઉપરાંત ડીસામાં આજે યોજાનાર જીલ્લાકક્ષાનો આરોગ્ય મેળો અને થરાદના લુવાણા (કળશ)નો મેળો પણ મોકુફ રખાયો છે. જિલ્લાકક્ષાનો આરોગ્ય મેળો ડીસા સિવિલમાં યોજાનાર હતો.પરંતુ શનિવારે ડીસામાં કોરોના વાઇરસના ચાર શંકાસ્પદ દર્દીઓ મળી આવતા આરોગ્ય વિભાગઅનુસંધાન પાના નં-2

કોરોના પગલે શાળા કોલેજમાં કોઈપણ છાત્રને તાવ શરદી હોય તો રજા આપી દેવા તાકીદ,ડીસામાં યોજાનાર આરોગ્ય મેળો અને લુવાણા (કળશ)નો મેળો પણ મોકૂફ

કોરોના લઈ ડીડીઓએ પરિપત્ર કર્યો

> વિદેશી વ્યક્તિની માહિતી ગામની આશા આરોગ્ય કર્મચારીને આપવી.

>જે વ્યક્તિને સતત 14 દિવસ સુધી પોતાના ઘરમાં દેખરેખ રાખવા અને ઘરના બીજા સભ્યો તેમજ જાહેર જનતાથી દૂર રાખવા.

>ગામમાં ભીડ મેળામાં તાવ, શરદી, ખાંસીના દર્દી આવે નહિ તેની કાળજી.

> વારંવાર હાથ ધોવા,હુંફાળું પાણી પીવું,કાળજી લેવા લોકોને સમજ આપવી.

>વાયરસને અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો