દાંતાના ભદ્રમાળમાં શિક્ષિકાને ધમકી આપતાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકાના ભદ્રમાળ ગામમાં શિક્ષિકાને અહીં નોકરી કરવા કેમ આવો છો કહી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપતાં શિક્ષિકાએ સામે ગામના શખ્સ સામે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દાંતા તાલુકાના ભદ્રમાળ ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતાં કોમલબેન દેવાભાઇ પંચાલ ગુરૂવારે રાબેતા મુજબ તેમની શાળાઓમાં નોકરીએ ગયા હતા બપોરે રિસેષના સમયે ભદ્રમાળ ગામનો નાનાભાઇ પાબુભાઇ ગમાર શાળામાં આવી કોમલ બેનને કહેવા લાગ્યો હતો કે \\\'\\\'તમે અહીં નોકરી કરવા કેમ આવો છો? \\\'\\\' કોમલબેન તેને કહ્યું હતું કે \\\'\\\'સરકારે અમને અહીં નોકરી મૂકેલા છે તેથી નોકરી કરવા આવીએ છીએ\\\'\\\' જેથી નાણાંભાઇ ગમાર ઉશ્કેરાઇ અપશબ્દો બોલવા લાગ્યો હતો ત્યારે શાળાની અન્ય શિક્ષિકાઓએ વચ્ચે પડી નાણાંભાઈને સમજાવીને તેના ઘર તરફ મોકલ્યો હતો.જોકે નાણાંભાઈએ કોમલ બેનને મારી નાખવાની ધમકી આપી હતી જેને લઇ કોમલબેને નાણાભાઇ પાબુભાઇ ગમાર વિરુદ્ધ હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અહીં નોકરી કેમ આવો છો કહી અપશબ્દો બોલતા શિક્ષિકાએ ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી


અન્ય સમાચારો પણ છે...