ગઢની ઝવેરી હાઈસ્કૂલમાં ધો-10ની પરીક્ષા ગેરકાયદે પ્રવેશ કરતા યુવક વિરુદ્ધ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | 9 માર્ચના રોજ ગઢમાં ઝવેરી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી. તે વખતે ગઢના સ્થાનિક રહીશ શૈલેષકુમાર કાલુસિંહ દરબાર નામનો યુવકે પરીક્ષા દરમિયાન અનઅધિકૃત રીતે ફરજ ઉપર ન હોવા છતાં ગેરકાયદેસર પરીક્ષાખંડમાં પ્રવેશ કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. અધુરામાં પુરુ ક્લાસરૂમમાં ફરજ બજાવતાં સુપરવાઇઝર પુનમબેન રઘાભાઈ ગોઠી (રહે.ગઢ, તા.પાલનપુર) એ શૈલેષને રોક્યો ન હતો અને સ્થળ સંચાલકને પણ જાણ કરી ન હતી. જેથી ઝવેરી હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા લક્ષ્મીચંદ કાળીદાસ પટેલે જિલ્લા શિક્ષણાધિકારીની ફરિયાદ કરવાની લેખિત મંજૂરી મળ્યા બાદ ગઢ પોલીસ મથકે શૈલેષ દરબાર અને પૂનમબેન ગોઠી વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ હબીબભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...