તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુઇગામના ભટાસણમાં 4 માસ અગાઉ યુવકની આત્મહત્યામાં બે સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુઇગામના ભટાસણ ગામના યુવકે ચાર માસ પહેલા કરેલી આત્મહત્યા સમયે યુવકના ખીસ્સામાંથી મળેલી ચીઠ્ઠીને આધારે યુવકે ભાગેથી રાખેલા ખેતરની બે મહીલાઓ યુવકને યુવતિ સાથે પ્રેમસંબંધ હોવાનુ કહી હેરાન કરી ત્રાસ આપતી હોવાનું સામે આવતા મૃતકના સંબંધીએ મૃતકને મરવા મજબુર કરવા મામલે બે મહીલાઓ સામે ફરીયાદ નોધાવી છે.

સુઇગામના ભટાસણા ગામે રહેતા કરમણભાઇ વિભાભાઇ વણોલનો ભાઇ રમેશ ખેતર ભાગેથી રાખી ખેત મજુરી કરતો હતો.જો કે 4 માસ અગાઉ રમેશની ખેતરમાં રહેણાંક ઓરડાની બાજુમાં આવેલા લીમડાના ઝાડ પરથી ફાંસો ખાધેલી હાલતમા મૃતદેહ મળ્યો હતો. મૃતકના સંબંધી ભેમાભાઇએ પોલીસ મથકે અકસ્માતે ગુનો નોધાવતા પોલીસે તપાસ કરતા મૃતકના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી હતી.જેને એફએસએલ રીપોર્ટમા ચીઠ્ઠી મૃતકના હાથે લખાઇ હોવાનુ સામે આવતા ચીઠ્ઠીમા લખ્યા અનુસાર રમેશ જે ખેતરમા કામ કરતો હતો તે ખેતરની બે મહીલાઓ લાડુબેન જયદેવભાઇ અને શાંતાબેન બબાભાઇ બ્રાહ્મણ યુવકને શાંતાબેન બબાભાઇની છોકરી સાથે પ્રેમસંબંધ હોવાનુ માની મહેણા ટોણા મારી ત્રાસ આપતા રમેશએ આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતુ. આ મામલે મૃતકના ભાઇ કરમણભાઇએ લાડુબેન જયદેવભાઇ અને શાંતાબેન બબાભાઇ બ્રાહ્મણ સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો