તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૌહાણગઢમાં ફાઇનાન્સ કંપનીએ સીલ કરેલા મકાનમાં પરિવાર સીલ તોડી ઘરમાં ધુસતાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | અમીરગઢના ચૌહાણગઢના રહિશ લોનના હપ્તા ન ભરતાં ફાઇનાન્સ કંપનીએ 26 માર્ચે મકાનને સીલ કર્યું હતું.તે બાદ શખ્સે આવી મકાનનું સીલ તોડી દઇ ઘરમાં રહેતા મકાન માલિક સામે ફરિયાદ નોંધાવી હતી.

ચૌહાણગઢ ગામના દલપતસિંહ ગુલાબસિંહ ચૌહાણે ઘર બનાવવા ખાનગી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી.બાદમાં લોનના હપ્તા ભર્યા ન હોઈ કંપનીએ 26 માર્ચે દલપતસિંહના મકાનને નવો દરવાજો લગાવી મકાન સીલ કરી દીધું હતું.પરંતુ દલપતસિંહે મકાનનું સીલ તોડી મકાનમાં પ્રવેશ કરતા પંકજકુમાર શાંતિલાલ પરીખએ સામે મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...