તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના બીડી હાઇસ્કુલમાં ધોરણ -9માં અભ્યાસ કરતો અને ચિલ્ડ્રન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના બીડી હાઇસ્કુલમાં ધોરણ -9માં અભ્યાસ કરતો અને ચિલ્ડ્રન હોમમાં રહેતો વિદ્યાર્થી શનિવારે ગુમ થઈ જતાં ચકચાર મચી છે. આ અંગે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંચાલકે શોધખોળ હાથ ધરી હતી પણ કંઇ પત્તો ન લાગત આખરે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે અપહરણ ફરિયાદ નોંધાવી હતી.

પાટણ-ડીસા હાઇવે પર આવેલ કચેરી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ ખાતે બાળક કલ્યાણ સમિતિ પાટણના આદેસથી પ્રજાપતિ મીત શિવરામભાઇ બીડી સાર્વજનીક હાઇસ્કુલ ફાટીપાળ દરવાજા પાટણ ખાતે ધોરણ-9 મા અભ્યાસ કરે છે.શનિવારે શાળા નો સમય સવારનો હોવાથી બાળક સવારે 7 : 40 કલાકે શાળાઅે જવા નિકળેલ અને શાળાનો સમય પૂર્ણ થતા સંસ્થાના અન્ય બાળકો શાળાના ગેટ પર સંસ્થાના વાહન રિક્ષા પર આવેલ અને ઉપરોક બાળક આવેલ ના હોઇ તેની જાણ અમોને રિક્ષા ચાલક દ્વારા કરવામા આવે તેથી આ બાબાતે શોધખોળ અર્થે શાળાના શિક્ષક સાથે વાતચીત કરતા શાળા ના સીસીટીવી કેમેરાની તપાસ કરતા બાળક સવારના રિશેષ ના સમય 9 : 20 કલાક ની અાસપાસ શાળાના ગેટની બહાર નિકળતો જણાય છે.આ બાળકની શોધખોળ છતાં બાળક ન મળતાં અંગે ચિલ્ડ્રન હોમના અધિકારી તુષાર પી પ્રજાપતિએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે બાળક અપહરણ થયુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બાળકની માતા ન હોવાથી તેના પિતા બન્ને ભાઇઅોને છ માસ અગાઉ ચિલ્ડ્રન હોમમાં મુકેલ છે પરંતુ કોઇ કારણ સર તે શનિવારે કયા જતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...