ચંડીસરની જીઆઈડીસામાં ફેક્ટરીમાંથી કેમિકલ રસ્તામાં ફેંકાતા રહીશોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંડીસરની જીઆઇડીસીમાં ફેક્ટરીમાંથી કેમિકલવાળું પાણી રસ્તામાં ફેંકાતા રહીશોમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરાય તેવી માંગ રહીશો દ્વારા કરાઈ છે.

પાલનપુરની મુખ્ય જીઆઇડીસી ચંડીસરમાં આવેલી છે. જ્યાં અત્યંત દુર્ગંધયુક્ત કેમિકલવાળું પાણી રોડ ઉપર ઠલવાતા અવર-જવર કરતાં રહીશો ભારે તોબા પોકારી ઉઠ્યા છે. કેટલાક સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે \\\"ચંડીસરની જીઆઇડીસીમાં કેટલાક પ્લાન્ટ આવેલા છે. જેમાંથી ગંદુ કેમિકલયુક્ત પાણી બહાર આવે છે. જેમાં તીવ્ર વાસ મારતા અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ વિભાગ દ્વારા આ એકમોની આકસ્મિક તપાસ કરી તેમને નોટિસ પાઠવવામાં આવે તે જરૂરી છે.’

ફેક્ટરીમાંથી કેમિકલવાળું પાણી રસ્તામાં ફેંકાતા રહીશોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...