પાલનપુરમાં ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલી માળી સમાજની અંબિકાવાડીમાં ચામુંડા માતાના

Palanpur News - chamunda mata39s in amikwadi a gardener community in the telephone exchange area in palanpur 065131

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST
પાલનપુરમાં ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલી માળી સમાજની અંબિકાવાડીમાં ચામુંડા માતાના મંદિરની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતા પાલનપુરમાં વસતા માળી સમાજ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને સંકુલની સ્થાપના દિવસની ઉજવણી લઈ સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બુધવારે સવારે બેંક સોસાયટી,અંબાજી મંદિર ખાતે મંગળા આરતી બાદ પ્રસ્થાન થયેલી શોભાયાત્રા શહેરના વિવિધ જોહાર માર્ગો પર ફરી હતી.શોભાયાત્રામા કળશધારી કન્યાઓ,ફુલ સુશોભિત કુંભ,ગાયકવૃંદ,રાસ-ગરબા સહીત શિક્ષણ,વ્યસન મુક્તિનો સંદેશો આપતી ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જે શોભાયાત્રા અંબિકાવાડી ખાતે સમાપન થઇ હતી.જે પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ નિગમના ચેરમેન મગનલાલ માળી,સમાજના પ્રમુખ હર્ષદભાઈ પરમાર,મંત્રી મોહનભાઇ સૈની,અશોકભાઈ ગોહિલ, દિનેશભાઇ પરમાર,હસમુખભાઈ પઢીયાર સહીત સમાજના લોકો જાડાયા હતા.

X
Palanpur News - chamunda mata39s in amikwadi a gardener community in the telephone exchange area in palanpur 065131
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી