Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુરના કુંભાસણની વિદ્યાર્થિનીને કરાટેમાં નેશનલ કક્ષાએ સતત બીજા વર્ષે બ્રોન્ઝ મેડલ
પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની વિદ્યાર્થીનીએ નેશનલ કક્ષાએ ‘ખેલો ઇન્ડિયા 2019-20\\\'\\\' અંતર્ગત આસામ ખાતે યોજાયેલી જુડો કરાટેની સ્પર્ધામાં સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. અગાઉ 2018 માં ઔરંગાબાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની ધ્વની રાજેશકુમાર પટેલે આસામમાં યોજાયેલી ખેલો ઇન્ડિયામાં ભાગ લઇ જુડો કરાટેની સ્પર્ધામાં સતત બીજીવાર બ્રોન્ઝ મેડલ જીતી છે. વર્ષ 2019-20 મા ધ્વની પટેલે રાજ્ય કક્ષાએ ભાવનગર ખાતે સ્કૂલ ગેમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે ફેડરેશન વતિ વડોદરા ખાતે ગોલ્ડમેડલ મેળવ્યો હતો અને ખેલ મહાકુંભમાં નડિયાદ ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે નેશનલ કક્ષાએ ફેડરેશન વતિ આસામના મણીપુર ખાતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ ખેલ મહાકુંભમાં આસામના ગુવાહાટી ખાતે બ્રોન્ઝ મેડલ મળવ્યો હતો.
રાજ્યકક્ષાએ 20 અને નેશનલ કક્ષાએ 7 મેડલ મેળવ્યા
રાજ્યકક્ષાએ 2014-15 થી 2019-20 દરમિયાન
18 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ મળી કુલ-20 મેડલ મેળવ્યા છે.
નેશનલ કક્ષાએ 15 વખત ભાગ લઇ 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ, 5 બ્રોન્ઝ મેડલ મળી કુલ-7 મેડલ મેળવ્યા છે.