તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડા તાલુકામાં ભાજપે ખાટલા બેઠક યોજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા | દાંતીવાડા તાલુકામાં આગામી 2019ની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ભાજપાના પૂર્વ તાલુકા પ્રમુખ ઇશ્વરસિંહ સોલંકી અને પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સવસીભાઈ પટેલની અધ્યક્ષતામાં ખાટલા મીટીંગ રવિવારે યોજાઇ હતી. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા અને આજુબાજુના ગ્રામજનો સાથે ગામડાંના વિકાસ બાબતે ચર્ચા કરી હતી. જેમાં વીતેલા 25 વર્ષોમાં ગામડામાં ભારે વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. આ ખાટલા બેઠકમાં ભાજપના સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...