તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યુઝ | વાવ | પાલનપુર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | વાવ | પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવમાં શુક્રવારે ભૂકંપનો આંચકો જોવા મળ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 નોંધાઇ હતી.જેને તેની કોઈ અસર વાવમાં જણાઈ ન હોઈ લોકો પણ આ આંચકાથી અજાણ હતા.ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું કે ગામથી ભૂકંપનુંકેન્દ્ર બિંદુ 44 કિમી દૂર નેનાવા ગામ જોવા મળ્યું છે.

વાવમાં શુક્રવારે સવારે 5:57 કલાકે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.આંચકાની તીવ્રતા ઓછી હોઈ વાવમાં કોઈને પણ તેની અસર જણાઈ ન હતી.વાવ વહીવટીતંત્રને પણ ખબર ન હતી.પરંતુ વાવ મામલતદાર કચેરી ખાતે ભૂકંપ સંશોધન સંસ્થા વિજ્ઞાન અને પ્રધોગીકી વિભાગ રસાયણ સિસ્ટમ લગાવેલ હોઈ તેને લઈ આ આંચકો જણાઈ આવ્યો હોવાનું મામલતદાર કચેરીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ અંગેની વિગતો આપતા પાલનપુર ડિઝાસ્ટર નાયબ મામલતદાર સંજય ચૌહાણે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવ થી 44 કિ.મી દુરના ધાનેરા તાલુકાનું નેનાવા ગામ નોંધાયું છે.મંગળવારે પણ મહેસાણા જિલ્લાના ધરોઈ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં 1.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ દાંતા તાલુકા નું માકડી હોવાનું સામે આવ્યું હતું.જ્યારે 5 જૂને પાલનપુર આસપાસ ધરા ધ્રુજી હતી જેમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.તે વખતે ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમીરગઢનું ભાયલા ગામ હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો