તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર, થરાદ અને ડીસામાંથી 9 જુગારીયા ઝડપાયા, 2 ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર, થરાદ અને ડીસા પોલીસે મંગળવારે અલગ-અલગ જગ્યાએ જુગાર રમી રહેલા 9 જુગારીયાઓને ઝડપી પાડી રૂ.2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે 2 જુગારીયા ફરાર થઇ જતાં પોલીસે 11 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાભર પોલીસે ભાભરજૂના ગામે જુગાર રમી રહેલા મુકેશભા કીતુભા રાઠોડ, રાજુભા ઉર્ફે ભૂરી નારણસિંહ રાઠોડ, અણદાજી વહતાજી ઠાકોરને રૂ.31,220ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે નિકુલસિંહ ચેનસિંહ રાઠોડ અને અણંદસિંહ ઉર્ફે વનવીરસિંહ હઉભા રાઠોડ ફરાર થઇ ગયા હતા. જેને લઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે થરાદ પોલીસે ખાનગી સ્કૂલ નજીક ખુલ્લી જગ્યામાં બેસી જુગાર રમી રહેલા શંકરભાઇ રાજાભાઇ રાવળ અને વિક્રમભાઈ ઉકાભાઇ માજીરાણાને રૂ.1459 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ડીસા પોલીસે આખોલ નજીક ઇકો ગાડીમાં બેસી ત્રણ પત્તીનો જુગાર રમી રહેલા રાજુજી સેંધાજી પરમાર, વિષ્ણુસિંગ બેચરસિંગ પરમાર, પ્રતાપજી ચતરાજી ઠાકોર અને કનુભાઇ નરસિંહભાઇ રાવળને રૂ.2,12,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...